જામનગર જિલ્લા ના દડિયા ગામ જેને દેવભૂમિ તરીકે પણ જાણીતું છે જ્યાં ભાનુશાળી સમાજ ના અનેક દેવસ્થાન આવેલ છે જેમાં આવેલ શ્રી હરવરા પરિવાર ના સુરપુરા દાદા અરજણબાપા ના દેવસ્થાન ખાતે સમસ્ત હરવરા પરિવાર દ્વારા મંદિર નું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે નવ માતાજી ના ફળા ના નવ નિર્માણ કરી મૂર્તિ તરીકે બિરાજમાન કરવામાં આવ્યા હતા અને પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ ચાલ્યો હતો જેમાં નવચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં નવ દંપતી સાતકે બેસ્યા હતાં જેમાં પ્રથમ દિવસે માતાજી ના મૂર્તિ ના પરિવાર ની દીકરીઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા અને યજ્ઞ વિધિ કરવામાં આવી બીજા દિવસે ૨૧ બહેનો દ્વારા વાજતે ગાજતે જળયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગામ ની બાજુમાં આવેલ રણજીત સાગર ખાતે થી જળ ભરી નિજ મંદિર માં જળ ની પધરામણી કરવામાં આવી હતી ત્યાર બાદ મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રી ના સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ત્રીજા અને અંતિમ દિવસે તમામ માતાજી ની મૂર્તિ ને ગ્રામ દર્શન માટે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હરવરા પરિવાર ના તમામ ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં ત્યાર બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયા બાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાજે સત્યનારાયણ ભગવાન ની કથા યોજાઈ હતી અને આ ત્રિ દિવસીય ભવ્ય કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે શાસ્ત્રી શ્રી મિહિરભાઈ સોનપાલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું રસપાન કરાવવામાં આવ્યું હતું અને સમસ્ત હરવરા પરિવાર દ્વારા સુરાપુરા બાપા ના મંદિર નું નવ નિર્માણ કરવામાં આવેલ તેમજ પરિવાર દ્વારા અલગ અલગ ૪ દિવસ બપોર અને સાંજે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત પરિવાર દ્વારા સંપૂર્ણ રીતે તન મન અને ધનથી સહયોગ આપી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ બનાવ્યો હતો.
વિશાલ જે હરવરા બ્યુરોચીફ જામનગર