

*૨૮ વર્ષ જૂનો નાસતો ફરતા આરોપી ને પકડી પાડતી વઘઇ પોલીસ*
ઝાકિર ઝંકાર
આહવા તા ૨૪,
ડાંગ પોલીસ અધિક્ષક સુ. શ્રી પૂજા થાદવ સાહેબએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય, જે બાબતે ના.પો. અધિ. શ્રી જનેશ્વર નલવાયા સાહેબ તથા જે એચ સરવૈયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ વઘઇ પો.સ્ટે.માં ૨૮ વર્ષ પહેલા દાખલ થયેલ અપહરણ, મારા-મારી તેમજ સરકારી કર્મચારી પર હુમલાનો નાસતો ફરતો આરોપી લક્ષ્મણભાઇ મહાદભાઇ ખતાડે રહે.અહેમદનગર તા.જી.અહેમદનગર (મહારાષ્ટ્ર) છેલ્લા ૨૮ વર્ષથી નાસતો ફરતો હોય, જે અંગે વઘઇ પોલીસ દ્વારા વર્ક આઉટ કરવામાં આવેલ અને પો.અધિ. સુ. શ્રી પૂજા યાદવ સાહેબએ આરોપીની તપાસમાં સતત મોનિટરીંગ તેમજ ફોલોઅપ કરેલ તથા પો. ઇન્સ. વી.કે.ગઢવી તથા વઘઇ પો.સ્ટે. ના સ્ટાફએ ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી ઉપરોક્ત આરોપી હાલ મહારાષ્ટ્રના પુણે ખાતે રિક્ષા ચલાવતો હોવાની માહિતી મળતા એક ટીમ બનાવી જેમા પો સ. ઇ. જે.જી.અનડકટ ની આગેવાનીમાં પુણે ખાતે મોકલેલ જ્યા વેશ પલટો કરી, રીક્ષા ચાલક બની આરોપીને લોહગાવ પુણેથી પકડી લઇ અટક કરી ૨૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડેલ છે.
ગુ.ર.નં.૫૫/૧૯૯૭ ની ટૂંક વિગત:-
તા.૧૧/૦૭/૧૯૯૭ ના રોજ એ.એસ.ત્રિવેદી તત્કાલિન આર.ટી.ઓ. વઘઇ એ ફરીયાદ આપેલ હતી કે, તેઓ વધઇ આર.ટી.ઓ. સર્કલ પાસે ફરજ ઉપર હતા, ત્યારે લકઝરી બસ નં.MH-12-Q-711 પેસેન્જરોએ ફરીયાદી સાથે ગાળા-ગાળી કરી, માર મારી ઇજા કરી, અપહરણ કરી બસમાં બેસાડી મહારાષ્ટ્રની હદમાં નાસિક નજીક ઉતારી દિધેલ. જે ગુનાના સાત આરોપીઓ અગાઉ પકડાય ગયેલા અને ઉપરોક્ત આરોપી છેલ્લા ૨૮ વર્ષથી નાસતો ફરતો હતો, જેને મહારાષ્ટ્રના પુણે થી પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.આ કામગીરીમાં જોડાયેલ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ:- (૧) વી.કે.ગઢવી પોલીસ ઇન્સપેક્ટર
(૨) જે.જી.અનડકટ પો. સબ ઇન્સ. (૩) અ.હે.કો. રમણીકભાઇ હમીરભાઇ (૪) અહે.કો. દિનેશભાઇ પાંડુભાઇ બ.નં. ૧૫૯ (૫) અહે.કો. જયરામભાઇ સીમગુભાઇ બ.નં.૧૫૫ (૬) અ.પો.કો. સંદિપભાઇ સુબનભાઇ બ.નં.૪૮૦ (૭) વુ.પો.કો. કોમલબેન નાથાભાઈ બાન ૨૦૯ (૮) આ.પો.કો. સુરેશભાઇ શિવાભાઇ બ.નં.૦૪૧ (૯) .હે.કો. વિજયસિંહ રામદેવસિંહ બ.નં.૦૧૭૯