સુરતના ઉધના વિસ્તારમાં આવેલી અવાવરું અને સીલબંધ માર્કેટમાંથી એક માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સ્થળ: ઉધના-નવસારી મેઈન રોડ પર આવેલી જર્જરિત AP માર્કેટ.સ્થિત આ ઇમારત સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ સીલ કરવામાં આવી હતી.શોધ બંધ એપાર્ટમેન્ટ/દુકાનમાંથી માત્ર હાડપિંજર કંકાલ મળી આવ્યું છે, જેથી આ મોત ઘણા મહિનાઓ પહેલાં થયું હોવાની આશંકા છે.મહત્વનો પુરાવો ઘટનાસ્થળેથી પોલીસને એક ડાયરી મળી આવી છે, જેમાં ‘સચિન ડાભેલ’ નામ લખેલું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.FSL ની મદદ પોલીસે એફએસએલ ની ટીમને બોલાવીને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે.ડીએનએ ટેસ્ટ: આ કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું અને તેની ઓળખ શું છે, તે જાણવા માટે DNA ટેસ્ટ અને પોસ્ટમોર્ટમ ની પ્રક્રિયા શરૂ કરાઈ છે.મનપા દ્વારા સીલ કરાયેલી બંધ ઇમારતમાં આ વ્યક્તિ કઈ રીતે પ્રવેશી? આ આત્મહત્યાનો મામલો છે કે પછી હત્યા કરીને લાશને અહીં છુપાવી દેવામાં આવી હતી? ઉધના પોલીસ હાલમાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદી સાથે આ ડાયરીના નામને સરખાવીને તપાસ આગળ ધપાવી રહી છે.
Bureau Chief : Sumit shukla