ઝાકિર ઝંકાર ડાંગ-આહવા
પોલીસg અધિક્ષકશ્રી, પૂજા યાદવ, ડાંગ-આહવા નાઓએ પેરોલ જમ્પ આરોપી/કેદીઓને પકડી પાડી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરી શોધી કાઢવા સારૂ સુચના આપતા પો.સ.ઈ.શ્રી. કે.જે.નિરંજન, ઈ/ચા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ નાઓના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ આહવા-ડાંગની ટીમ પેરોલ જમ્પ આરોપી/કેદીઓને શોધી કાઢવા વોચ તપાસ અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન હ્યુમન રીસોર્સ તથા ટેકનીકલ સોર્સના આધારે સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, ફોજદારી કેસ નં.૬૧/૨૦૨૪ તથા સી.આર.પી.સી.કલમ-૧૨૫ (બી.એન.એસ.એસ. કલમ-૧૪૪) મુજબના ગુનાના hકામે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતેના પાકા કામના કેદી નં.૯૮૮૮૭ રફીકભાઈ અબ્બાસભાઈ શેખ રહે.આહવા પટેલપાડા, મીલપાડા વિધાલય આહવા જી.ડાંગ વાળો નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના સ્પે.ક્રમી એ.નં. ૧૨૨૨૨/૨૦૨૫ તા.૦૮/૦૯/૨૦૨૫ના હુકમ આધારે અધિક્ષકશ્રી લાજપોર મધ્યસ્થ જેલ, સુરતના પત્રાંક જા.નં. જયુડી./પેરોલ/૪૨૭૭/૨૦૨૫ તા.૧૦/૧૦/૨૦૨૫ થી દિન-૭ ની પેરોલ રજા પર મુકત કરવામાં આવેલ જે કેદીને તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ ક.૧૨/૦૦ વાગે જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મધ્યસ્થ જેલ, લાજપોર, સુરત ખાતે પરત થયેલ ન હોય અને ફરાર થયેલ હોય જે પાકા કામના કેદીને હ્યુમન રીસોર્સથી બાતમી હકિકત મેળવી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર, મધ્યસ્થ જેલ, સુરત ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી ઇન્ચાર્જ એબ્સ્કોન્ડર/પેરોલફર્લો સ્કવોડ તથા સ્પેશીયલ ઓપરેશન ગૃપના અધિકારીશ્રી/કર્મચારીઓ (૧) શ્રી કે.જે.નિરંજન સાહેબ, પો.સ.ઈ. (૨) એ.એસ.આઇ. વિનેશભાઇ શીવાભાઇ, બ.નં.૪૮૫ S.O.G., (૩) એ.એસ.આઇ. ગીતેશભાઇ રામાભાઇ, (૪) પો.કો. સંજયભાઇ બુધ્યાભાઇ, (૫) પો.કો. ચંદુભાઇ રાજલgભાઇ, પો.કો. અંકિતભાઇ મુકેશભાઇ, (૬) હે.કો. ભીખુભાઇ રમણભાઇ પટેલ બ.નં.૨૦૦ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.