
વાયોર (અબડાસા) | કચ્છ
અહેવાલ: જાડેજા કિશોરસિંહ જીવણજી
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના વેકરિયા રણ વિસ્તારમાં આજે પરંપરા અને ઉત્સાહથી ભરેલી ભવ્ય ઘોડાદોડ સ્પર્ધાનું આયોજન થયું હતું. ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી પ્રતિષ્ઠિત ઘોડાઓએ ભાગ લઈ સ્પર્ધાને રોમાંચક બનાવી હતી. આ હરિફાઈમાં અબડાસા તાલુકાની “ઝમકુ” નામની ઘોડી શાનદાર દોડ સાથે પ્રથમ ક્રમે રહી કચ્છ જિલ્લા તેમજ અબડાસા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત અનેક રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ બાય આદમ નોતિયાર
ઇન્ડિયન ન્યુઝ બિયરો ચીફ લખપત તાલુકા