

*નોન મિશન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે જિલ્લા અંદર તાલીમનું આયોજન કરાયું :*
–
ઝાકિર ઝંકાર : આહવાઃ તાઃ ૧
ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે તારીખ ૩૦ જાન્યુઆરી ના રોજ ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વઘઈ તાલુકાના શિવારીમાળ અને દગડિયાઆંબા ગામના નોન મિશન ક્લસ્ટરના વિલિંગ ફાર્મર હાજર રહ્યાં હતાં. સાથેજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો સ્ટાફ હાજર રહ્યા હતા.
આ તાલીમમાં વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના તમામ આયોમોને સમજૂતી આપી અને દરેક આયોમો કઈ રીતે બનાવવાનું તેના વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. ઉપરાંત ડી પી એમ દ્વારા માર્કેટિંગ વિશે અને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપવામાં આવી જેમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ ઉપસ્થિત તમામ ખેડૂતોને મોડલ ફાર્મની વિઝીટ કરાવી, મિશ્ર ક્રોપીંગ વિશે સમજૂતી આપી અને મલચિંગના ફાયદા વિશે સમજૂતી આપવામાં આવી હતી.
–