

*સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે ‘બાળ વિવાહ મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૩:
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય શ્રી અમરસિંહ એ. ગાંગોડાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (નવસારી કોર્ટ) દ્વારા ‘બાળ વિવાહ મુક્ત અભિયાન’ અંતર્ગત કાનૂની શિક્ષણ અને જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં કાનૂની ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને બાળ લગ્નના કાયદાકીય અને સામાજિક દુષ્પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાનૂની માર્ગદર્શન નવસારી કોર્ટના પેનલ એડવોકેટ વર્ષાબેન સપકાર, નંદીનીબેન સોનવણે અને આહવાના પેનલ એડવોકેટ શ્રી સંજયભાઈ પી. બારે દ્વારા ‘પોક્સો એક્ટ’ (POCSO Act) અને બાળ લગ્ન પ્રતિબંધિત કાયદાઓ વિશે ગહન સમજૂતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળ લગ્ન જેવી કુપ્રથા નાબૂદ થાય અને કિશોર-કિશોરીઓ પોતાના કાનૂની અધિકારો પ્રત્યે સજાગ બને તે માટેનો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મુકેશભાઈ એસ. બાગુલ અને શ્રી. મનિષભાઈ ગાંગોડા દ્વારા કરવામાં આવ્યું હતું.
–