આહવા ખાતે નિ:શુલ્ક મોતિયા ઓપરેશનનો કેમ્પ યોજાશે
ઝાકિર ઝંકાર:આહવા:તા, 4-2-2026
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સાઇ મંદિર, બસ સ્ટેન્ડની પાછળના ભાગે નિ:શુલ્ક મોતિયા ઓપરેશનનો કેમ્પ યોજાનાર છે. જેનો સમય સવારે 9 થી સાંજે 6 કલાક સુધીનો રહેશે.
આહવા ખાતે યોજનાર મોતિયાના ઓપરેશન કેમ્પમાં આવનાર દરેક દર્દીને આધુનિક ફેકોમશીનથી ટાંકા વગરનાં સોફટ ફલલ્ડેબલ નેત્રમણી સાથે રૂા. ૨૦૦00/- વાળુ મફત ઓપરેશન તથા નાના ગરીબ બાળકોના ઓપરેશન કે જે અન્વયે હોસ્પિટલમાં કરાવતા રૂા. ૫૦૦૦૦/- થી પણ વધારે થાય છે તે ઓપરેશન અહિયા મફત કરી આપવામાં આવશે તથા રહેવા, ચા,નાસ્તો શુધ્ધ ધીનો શીરો, ગરમ ભોજન, એક ધાબળો, એકસાડી, ર (બે) કીલો ચોખા, ૧ (એક) કીલો ઘંઉનો લોટ,અડધો કીલો મીઠી બુંદી, દવા ટીપા, કાળા ચશ્મા તથા દક્ષિણા રૂપે દરેકને રૂા. ૧૦૦/- દક્ષિણા સાથે દર્દીની સેવા કરવામાં આવશે.
આ ઉપરાંત દરેક દર્દીને સંસ્થાની બસ દ્વારા વિના મુલ્યે જ લઇ જવામાં આવશે તથા ઓપરેશન બાદ પરત વિનામુલ્યે મુકી પણ જવામાં આવશે. તથા દરેક દર્દીને ઓપરેશનનાં એક માસ બાદ નંબરબાળા ચશ્મા પણ મફત આપવામાં આવશે તો દરેક દર્દીને વધુમાં વધુ આંખોની સારવારનો લાભ લેવા આયોજકો દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવેલ છે. કેમ્પમાં આવનાર દર્દીએ પોતાના અધારા કાર્ડની ર(બે) ઝેરોક્ષ સાથે અવશ્ય લાવવી તેમજ વધુ સંપર્ક માટે મો.નં -૯૪૨૬૧૬૦૨૫૭, ૯૪૨૮૦૬૪૫૯૯, ૯૭૧૪૩૨૪૭૮૩ સંપર્ક સાધી શકાશે.
–