

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયત ખાતે સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો પ્રારંભ કરાયો
સુબીર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સૌએ સંપૂર્ણતા અભિયાન ૨.૦ ને સફળ બનાવવા અંગેની શપથ લીધી
સંપૂર્ણતા અભિયાન ૨.૦ કાર્યક્રમ તા. ૨૮ જાન્યુઆરીથી તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬ સુધી યોજાશે
ઝાકિર ઝંકાર:આહવા: તા: ૪
આકાંક્ષા જિલ્લા અને આકાંક્ષા બ્લોક કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન ૨.૦ કાર્યક્રમ સુબીર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે, સંપુર્ણતા અભિયાન ૧.૦ ની સફળતાને આગળ વધારવા માટે સંપુર્ણતા અભિયાન ૨.૦ નો કાર્યક્રમ તા. ૨૮ જાન્યુઆરીથી તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬ સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં પોષણ, શિક્ષણ અને કૃષિ વિષયોના પસંદ કરેલા ૬ સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ (ADP) ૨૦૧૮ માં શરૂ થયો હતો, જેમાં દેશના ૧૧૨ પછાત જિલ્લાઓને ઝડપી વિકાસ તરફ આગળ ધપાવવાનો હેતુથી આ સફળતાને આધારે ૫૧૩ તાલુકાઓ માટે અસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ (ABP) શરૂ કરવામાં આવ્યો, જે પૈકી ડાંગ જિલ્લાના સુબીર તાલુકા અસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP) પસંદ કરાયો છે. જે આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, પાણી, નાણાકીય સમાવેશ અને આધુનિક સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં સચોટ સેવા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જેનો મુખ્ય હેતુ છે કે, સૌથી પછાત વિસ્તારોમાં નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય, બ્લોક સ્તરે ક્ષમતા વિકસે અને સ્પર્ધાત્મક ભાવનાથી કાર્યક્ષમતા વધે.
આ કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણતા અભિયાનને સફળ બનાવવા અંગેની સૌએ શપથ લીધી હતી.
આ કાર્યક્રમમાં સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારે, જિલ્લા આયોજન અધિકારી શ્રીમતી સ્મિતાબેન પટેલ, પ્રોગ્રામ ઓફિસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
–