
*વાવ ચાર રસ્તા ખાતે ૨૩ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા રમેશભાઈ રાજપૂતને સામાજિક આગેવાનોનું સમર્થન*
વાવ થરાદ
બનાસડેરીમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને સામાજિક પ્રતિનિધિત્વના મુદ્દે છેલ્લા ૨૩ દિવસથી અન્નનો ત્યાગ કરી આંદોલન ચલાવી રહેલા રમેશભાઈ રાજપૂતની આજે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોએ રૂબરૂ મુલાકાત લીધી હતી. રમેશભાઈની તબિયત લથડતી હોવા છતાં તેઓ પોતાની માંગણીઓ પર અડગ છે, જેને પગલે હવે આ લડત વધુ ઉગ્ર બની રહી છે.
આ મુલાકાત દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે બનાસડેરી જેવી મોટી સહકારી સંસ્થામાં પારદર્શિતા હોવી અનિવાર્ય છે. રમેશભાઈ મુખ્યત્વે બે મુદ્દાઓ પર લડત આપી રહ્યા છે
સંસ્થાના વહીવટમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે.
બનાસડેરીના વહીવટમાં વ્યાપ્ત કથિત ભ્રષ્ટાચારની તપાસ થાય અને પારદર્શિતા લાવવામાં આવે.
આજના દિવસે રમેશભાઈના સમર્થનમાં સુરેશ સતવારીયા (જાબડીયા)
એડવોકેટ નવીનભાઈ પરમાર (અનુ.જાતિ પ્રમુખ, આમ આદમી પાર્ટી – બનાસકાંઠા)
ધર્મેન્દ્રસિંહ સોલંકી (સામાજિક કાર્યકર)
ભાવેશભાઈ ગેહલોત (યુવા કોંગ્રેસ આગેવાન) ઓએ સમર્થન આપ્યુ મુલાકાતે આવેલા તમામ આગેવાનોએ રમેશભાઈની માંગણીઓને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. તેઓએ તંત્ર અને ડેરી પ્રશાસનને અપીલ કરી છે કે રમેશભાઈના સ્વાસ્થ્યની ગંભીરતા સમજીને વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં આવે. જો આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે, તો આ આંદોલન વધુ વ્યાપક બને તેવી શક્યતા છે.
બ્યુરો રિપોર્ટ અરવિંદ બાકોલા વાવ થરાદ
ITN National gujrati