મહામંડલેશ્વર ૧૦૦૮શ્રી
ઋષિ ભારતી બાપુ એ અમદાવાદમાં હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન, મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થઈ એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો
મતદાન કર્યા બાદ ઋષિ ભારતી બાપુએ મીડિયા અને જનતા સમક્ષ લોકશાહીના મહત્વ અંગે ભાર મૂક્યો હતો
બાપુએ જણાવ્યું કે મતદાન એ માત્ર આપણો અધિકાર નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની પવિત્ર ફરજ છે
દરેક નાગરિકે મજબૂત અને પારદર્શક શાસન માટે ઘરની બહાર નીકળીને મતદાન કરવું જોઈએ.
યુવાનોને અપીલ ખાસ કરીને યુવા મતદારોને લોકશાહીના આ મહોત્સવમાં સક્રિયપણે જોડાવા માટે તેમણે પ્રોત્સાહિત કર્યા હતા
ઋષિ ભારતી બાપુ સતત સામાજિક અને રાજકીય બાબતોમાં સક્રિય રહ્યા છે.
હાલની ચૂંટણીઓમાં પણ તેમની આ પહેલ નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે મહત્વની માનવામાં આવે છે
અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે,
જેમાં અનેક સંતો-મહંતો અને અગ્રણીઓ મતદાન કરી જનતાને પ્રેરણા આપી રહ્યા છે.
પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થઈ એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે
રિપોર્ટર: ધરા પટેલ સાણંદ, અમદાવાદ