બ્રેકિંગ ન્યૂઝ🚨
સુરતના ઉત્રાણ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઉત્રાણ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન. જી. પટેલે અકસ્માતમાં ઘાયલ એક અસહાય વૃદ્ધાની સમયસર મદદ કરીને માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે. ચોમાસાના ભીના રસ્તા પર બાઈક સ્લીપ થવાને કારણે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા માતા-પુત્ર માટે તેઓ સાચા અર્થમાં ‘
ફરિશ્તોસાબિત થયા છે.મળતી માહિતી મુજબ, એક યુવક પોતાની વૃદ્ધ માતાને બાઈક પર બેસાડીને સુરતના આઉટર રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ચોમાસાની ઋતુ હોવાથી રસ્તો ભીનો અને લપસણો હતો, જેના કારણે અચાનક બાઈક સ્લીપ થઈ ગઈ હતી. બાઈક પરથી રોડ પર પટકાવાને કારણે વૃદ્ધાના માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને માથામાંથી સતત લોહી વહી રહ્યું હતું. અકસ્માતને કારણે માતા અને પુત્ર બંને ભારે ભયભીત થઈ ગયા હતા,સમયસર સારવાર મળવાને કારણે વૃદ્ધાની સ્થિતિ હવે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સ્થાનિક નાગરિકો અને સોસાયટીના અગ્રણીઓએ ઉત્રાણ પોલીસ અને ખાસ કરીને PI એન. જી. પટેલની કામગીરીને બિરદાવી છે. ‘ખાખી’ ની આ સેવાભાવનાએ સાબિત કર્યું છે કે મુશ્કેલ સમયમાં પોલીસ હંમેશા જનતાની પડખે ઊભી રહે છે.
સંવાદદાતા :સુમિત શુક્લા