

યુવાનોએ લીધા નશાથી દૂર રહેવાના શપથ: “નશા મુક્ત યુવા – વિકસિત ભારત” નો નારો ગુંજ્યો
રાજકોટ:
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત ‘માય ભારત’ (MY Bharat – Mera Yuva Bharat) રાજકોટ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત રાજકોટની ખ્યાતનામ શ્રી લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ (SLTIET) ખાતે ભવ્ય અને પ્રેરણાદાયી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી ડૉ. પ્રવિણભાઈ નિમાવત વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને આ પ્રસંગે તેમણે યુવાધનને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “યુવાનો દેશનું ભવિષ્ય છે અને સ્વસ્થ સમાજની રચના માટે નશામુક્ત સમાજ હોવો અત્યંત આવશ્યક છે.”
રાજકોટ બ્યુરો: તરુણ નિમાવત