

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અંતર્ગત ” તિરંગો યાત્રા “….
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન પછી રાજકોટ કોર્પોરેશન દ્વારા સતત પાંચમા વર્ષે તિરંગા યાત્રાનું આયોજન આજે રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂઆત કરીને મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ આ યાત્રા પૂર્ણ કરવામાં આવી ત્યારે મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી જે પૂર્ણાહુતી પોઈન્ટ હતું ત્યાંથી લઈને બહુમાળી ભવન સુધી ૧.૫ કી.મી.થી વધારેની મોટી લાઈન અવિરત હતી. રાજકોટના અબાલ, વૃદ્ધ, યુવાધન અને રાજકોટના સૌ લોકો વિશાળ સંખ્યામાં, સાથો-સાથ સ્વૈચ્છિક સંસ્થાના ખૂબ વિશાળ સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાયા છે. સૌ સંમેલિત દેશપ્રેમી જનતાનો હૃદયથી આભાર. આજ સવારના વાતાવરણએ આજે પણ લોકોમાં દેશદાઝ મોજુદ છે તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તિરંગા યાત્રાનો સમગ્ર માર્ગ રંગારંગ કાર્યક્રમથી ભરપૂર હતો અને રાજકોટના સૌ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, સૌપ્રથમ હરોળના શ્રેષ્ઠિઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને તેમની સમગ્ર ટીમ, રાજકોટના સૌ રાજકીય આગેવાનો, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, શાસક પક્ષના નેતાશ્રી અને દંડકશ્રીની આગેવાનીમાં સૌ કોર્પોરેટરશ્રીઓ, ભાજપના આગેવાનો, શહેર ભાજપ અધ્યક્ષશ્રીના માર્ગદર્શનમાં ભાજપના સૌ કાર્યકર્તાશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના સૌ સન્માનીય પૂર્વ મેયરશ્રી સહિત જાહેર જનતા વિશાળ સંખ્યામાં જોડાઈ હતી. આજની આ તિરંગા યાત્રાની ભવ્યતા અને ખાસ કરીને સૌ યુવાનો જે ઝનૂન અને રાષ્ટ્રભાવથી જોડાયા હતા તે વાત હૃદય સ્પર્શી હતી.
રાજકોટના મેયર તરીકે સૌ ઉપસ્થિત લોકોને એક સંકલ્પ કરવા વિનંતી કરી હતી કે, હવેથી “જાહેરમાં કચરો નહીં ફેકીએ”એ રાષ્ટ્રહિતનો સંકલ્પ સૌ વિશાળ જન મેદનીએ સ્વીકારી અને ભારત માતાનો જયઘોષ કર્યો હતો.
રાજકોટ બ્યુરો: તરુણ નિમાવત