
*વઘઈ તાલુકા પંચાયત એટલે ભ્રષ્ટાચાર નો હડડો, તાલુકા વિકાસ અધિકારી , બાંધકામ ઈજનેર, તલાટી કમ મંત્રી, નાં ભ્રષ્ટાચાર નો પોલ મ પોલ,*
*ડુગરડા ગૃપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર નાં કારણે, પહેલા વરસાદ ધોવાણ,*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ (વઘઈ)*
સ્મશાનધામની કામગીરી પ્રથમ વરસાદે જ ધોવાઈ, હલકી ગુણવત્તાના મટીરીયલ સામે ગ્રામજનોમાં રોષ
વઘઈ. : ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયત હેઠળ આવતી ડુગરડા ગ્રુપ ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. ડુગરડા ગામના સ્મશાનધામ ખાતે કરવામાં આવેલી કામગીરીમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો વચ્ચે પ્રથમ વરસાદમાં જ ભારે ધસારો થતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, જાહેર નાણાંમાંથી કરવામાં આવતી વિકાસની કામગીરીમાં ગુણવત્તાના નિયમોનું પાલન થવું જરૂરી છે. પરંતુ સ્મશાનધામ જેવી મહત્વની જગ્યાએ થયેલી કામગીરી પ્રથમ વરસાદનો માર પણ સહન ન કરી શકે તો કામની ગુણવત્તા અને દેખરેખ રાખનાર તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે.
સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે કામ પૂર્ણ થયા બાદ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી કે કેમ? મટીરીયલની ગુણવત્તા ચકાસવામાં આવી હતી કે કેમ? અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં?
ગ્રામજનોની માંગ છે કે સમગ્ર કામગીરીની ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા સ્થળ પર જઈને તટસ્થ તપાસ કરવામાં આવે, કામમાં વપરાયેલા મટીરીયલના નમૂના લઈ ગુણવત્તા ચકાસવામાં આવે અને જો નિયમોનો ભંગ કે નબળી કામગીરી સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સરકારી વિકાસના કામો કાગળ પર નહીં પરંતુ જમીન પર મજબૂત દેખાવા જોઈએ. પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતી કામગીરી પાછળ સરકારી નાણાંનો ઉપયોગ થયો હોય તો તેની જવાબદારી નક્કી કરવી જરૂરી છે.