ગુજરાત, પ્રવાસ એ શિક્ષણનો અગત્યનો ભાગ છે. બાળકો જાત અનુભવ કરી શકે, સ્થળ વિશે મહત્વની જાણકારી મેળવી શકે એ હેતુસર પાટણની શાંતિ નિકેતન શિક્ષણ સંકુલ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
શાળાના ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ પ્રવાસમાં જોડાયા હતા. જેમાં વટેશ્વર મહાદેવ, કેદારનાથ મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ, હાથીદરા મહાદેવ, બાજોઠીયા મહાદેવ, બાલારામ મહાદેવ તથા અંબાજીમાં માં અંબાના દર્શન કરાવી બાળકોને શૈક્ષણિક સાથે આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.
સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે જમવાનું સાથે બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. બાળકો ખૂબ જ ઉત્સાહથી પ્રવાસમાં જોડાયા હતા તથા સ્થળોની મુલાકાત કરી હતી. પ્રવાસને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહમત ઉઠાવી હતી.
પિનલ નાગર સાથે ઇન્ડિયન ટીવી ન્યુઝ ગુજરાતી