ઝાલોદના નાનસલાઈ ગામના રહેવાસી શિવાભાઈ કાનજીભાઈ પટેલનુ દેહ દાન એમના પરિવાર દ્વારા દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે સોપવમા આવ્યુ.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર નિવાસી અને હાલ નાનસલાઈ મુકામે રહેતા શિવાભાઈ કાનજીભાઈ પટેલ તેમજ તેમની પત્ની દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજને તેમના મૃત્યુ પછી મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થી તબીબીઓના પ્રાયોગિક અભ્યાસ અર્થે દેહદાનનો સંકલ્પ તારીખ 11 ઓક્ટોબરના રોજ લીધો હતો.આ અંગે તેમની ત્રણ દીકરીઓએ પણ સંમતિ આપી હતી.તે પૈકી આજરોજ તારીખ 11 ફેબ્રુઆરી 2025 ના રોજ શિવાભાઈ કાનજીભાઈ પટેલનું અવસાન થતાં તેમના પરિવારના સહુ સભ્યો દાહોદ ખાતે તેઓના પાર્થિવ દેહને ઝાયડસ મેડીકલ કોલેજને સોપવા માટે આવેલ હતા.પરિવારની ત્રણેય દિકરીયો અને અન્ય પરીજનો પાર્થિક દેહ લઈ દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે પહોંચતા ઉપસ્થિત તમામ ઝાયડસ મેડિકલ કોલેજના ડૉક્ટરો અને ઝાયડસ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિવાભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી.ઉપસ્થિત ઝાયડસ મેડીકલ કોલેજના તબીબો દ્વારા તેમના દેહદાનના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા તેઓનો આભાર માન્યો હતો.અને ઝાયડસ મેડિકલ કોલેજમાં મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કરેલ દેહદાન સાચા અર્થમાં ચરિતાર્થ થઈ તેમના પરિવારજનો ને વધાવી લીધા હતા.તેમજ શિવાભાઈનું અવસાન થતાં નેત્રદાન પણ કરવામાં આવેલ હતું.છ ગામ પાટીદાર સમાજમા દેહદાનનો પ્રથમ પ્રેરણાદાયી કિસ્સો બનેલ છે.શિવાભાઈના દેહદાનના કિસ્સાને પાટીદાર સમાજ તેમજ અન્ય લોકો પણ પ્રેરાય તેવો આ પ્રથમ કિસ્સો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામા બનેલ છે.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ:- આનંદ માલા {સાંસી}