ભચાઉ તાલુકા ના લખાપરમાં પવનચક્કી પર હથિયારધારી તસ્કરોનો તાંડવઃ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ₹2.14 લાખનો મુદ્દામાલ લૂંટાયો!..
ભચાઉ તાલુકા ના લખાપરમાં પવનચક્કી પર હથિયારધારી તસ્કરોનો તાંડવ: સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી ₹2.14 લાખનો મુદ્દામાલ લૂંટાયો!
સામખીયારી પોલીસ દ્વારા ગુન્હાની તપાસ શરૂ નિશાન પર પવનચક્કીઓ? આરોપીઓના
લખાપરમાં લાખોની ચોરી અને તંત્ર યથાવત્— હવે તો જાગો!
હથિયાર ધરી તસ્કરો ફરતા થયા, તંત્ર આજે પણ નિદ્રામગ્ર
ચોરો બોલેરોમાં આવ્યા, વાયરો ઉચક્યા અને તંત્રે આંખ પણ પળકાવ્યું નહીં!
તારીખ – ૧૧ જુલાઈ ૨૦૨૫ શુક્રવાર – ભચાઉ તાલુકાના લખાપર ગામની સીમમાં આવેલી વેસ્ટાસ કંપનીની પવનચક્કી પર બુધવારની મધરાતે જબરદસ્ત તસ્કરોનો હુમલો થયો હતો. છે. આરોપીઓએ બોલેરો અને મોટરસાયકલમાં આવી, પવનચક્કી પર ફરજ બજાવતા ખાનગી સુરક્ષા કર્મચારીઓને હથિયાર બતાવી બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, પવનચક્કી પર ફરજ બજાવતા વિરમભાઈ
હોથીભાઈ કોળી તથા અજમલભાઈ ગમાર ઉપર છરી અને કુહાડી બતાવી દહેશત ફેલાવી, આરોપીઓએ તેમની સામે પ્રતિકાર કરવા જતા જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ટોળકીમાં શિકારપુરના રહેવાસી અકબર ગુલામશા શેખ, સુલતાન ગુલમામદ સમા અને ભચાઉના સબીર નારેજા સહિત ૧૦ થી ૧૨ અજાણ્યા શખ્સો સંડોોયેલા હોવાનું બહાર આવ્યું છે.
આ તસ્કરો લખાપરની પવનચક્કીમાંથી અલગ અલગ સાઈઝના ૪૩૦ મીટર કોપર કેબલ વાયર તથા ૩૪ બસબાર મળીને કુલ ₹2,14,740 ના મુદ્દામાલની ચોરી કરીને બોલેરો ગાડીમાં નાસી છૂટ્યા હતા.
તાત્કાલિક સુરક્ષા કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં, સામખિયાળી પોલીસે ગુનો નોંધ્યો છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરી છે. બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને લોકોમાં રોષ વ્યાપી ગયો
તંત્ર માટે તાત્કાલિક પગલાં લેવાનો સમય આવી ગયો છે – આવો બનાવ એવા વિસ્તારોમાં બને છે જ્યાં સુરક્ષા વ્યવસ્થાઓ હોવા છતાં તસ્કરો સરળતાથી ઘૂસી ચોરીને અંજામ આપી જાય છે, જે તંત્ર માટે ચેતવણીરૂપ છે .. રિપોર્ટ બાય સલીમ કોરેજા