મોડાસા, અરવલ્લી :
અરવલ્લી કોંગ્રેસ સમિતિ દ્વારા “વોટ ચોર, ગાદી છોડ” ના નારા સાથે મશાલ રેલી યોજાઈ. શહેરના મુખ્ય માર્ગો પર આ રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાએ હાથમાં મશાલો અને વિવિધ નારા લખેલા પ્લેકાર્ડ સાથે રેલી કાઢી હતી.
રેલી દરમિયાન “વોટ ચોર, ગાદી છોડ”, “લોકશાહી બચાવો”, “જણતા ના હક્કો પર હાથ ન ચઢાવો” જેવા નારા લગાવાયા. રેલીના અંતે નેતાઓએ જનતાને સંબોધન કરતા કહ્યું કે વોટ ચોરી અને પ્રજાસત્તાક મૂલ્યોના ઉલ્લંઘન સામે લોકો સહનશક્તિ ગુમાવી રહ્યા છે. તેમણે નિષ્પક્ષ અને સલામત મતદાનની માગ કરી હતી.
શહેરના મોદાસા વિસ્તારમાં આવા વિરોધ પ્રદર્શનને લઇને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કાર્યક્રમનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવ્યું અને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયું.
આમ, કોંગ્રેસ દ્વારા મતની સુરક્ષા અને લોકશાહી મૂલ્યો જાળવવાનો સંદેશ આપવા માટે શહેરના વિવિધ વિસ્તારોથી અજવાળી મશાલ રેલી યોજાઈ હતી.