અરવલ્લી-મોડાસા કોંગ્રેસમાં દલાલ પાર્ટીના મળતિયા અને કોંગ્રેસ કાર્યકરોમાં બખેડો, પાર્ટી ભારે ઉથલપાથલ
અરવલ્લી-મોડાસા કોંગ્રેસમાં હાલ ગજબની ચર્ચા
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના વિવિધ હોદ્દા પર બિન-કોંગ્રેસી વ્યક્તિઓને હોદ્દા આપવાના ઢંઢેરા સાથે જ કોંગ્રેસ પક્ષમાં ગભરાટનું માહોલ જોવા મળ્યો છે. આ મામલે ક્યાંક ક્લિયર ગાઈડલાઈન ન હોવાથી, જુના કાર્યકરો અને આગેવાનોમાં અસંતોષ અને રોષ ઊભો થયો છે.
મોટા મુદ્દાઓમાં એવી ચર્ચા છે કે કેટલાંક બિન-કોંગ્રેસી વ્યક્તિઓને સંગઠનમાં મૂકી ને હોદ્દા અપાયા છે અને આ વાત સોશિયલ મીડિયા પર ભારે વાયરલ બની છે. આવી પોસ્ટ્સને કારણે હાલમાં પાર્ટીની આંતરિક રાજનીતિમાં ગરમ માહોલ સર્જાયો છે.
કેટલાંક કાર્યકરોનું કહેવું છે કે આગામી નગરપાલિકા ચૂંટણીની દૃષ્ટિએ પોતાનાં જ કાર્યકરો ને સાથ લો, લોકલ કાર્યકરોને ચાન્સ આપવો જોઈએ. બહારના અને હમણાં જોડાયેલા વ્યક્તિઓને વિશેષ પ્રિફરન્સ આપવામાં હોદ્દાવાર આક્રોશ સર્જાયો છે.
ચર્ચાનો બીજો મોટો મુદ્દો એ છે કે, દલાલ પાર્ટી ને નેવી મૂકી ને કોંગ્રેસ માં જોડાવા માટે દલાલ પાર્ટી ના કાર્યકરો મા આટલી હોડ કેમ મચેલ છે ? શું બંધ બારણે કઈ રંધાય રહિયું છે કે શું ? એ આવનાર સમય જતા જોવું રહિયું? શું આ કહેવાતી દલાલ પાર્ટી ના કાર્યકરો ખુરશી માટે થૂંકેલું પણ ચાટસે ?
કોંગ્રેસી કાર્યકરોમાં ફરિયાદ છે કે, કેટલાક પ્રતિષ્ઠિત હોદ્દા અને મહત્વના સ્થાન પર પણ “દલાલ પાર્ટી”ના વિરોધી ચહેરાઓને સ્થાન મળતા, જૂના કાર્યકર્તા અને સભ્યોની અવગણત થાય છે તેમ અલગ-અલગ ચર્ચા ચાલી રહી છે.
હોદ્દા અને ઢાંચાકીય અમલ અંગે હવે પાર્ટી કયા રસ્તે જાય છે, એ જોવું મહત્વપૂર્ણ રહેશે. હાલની સ્થિતિએ સાફ છે કે વિવિધ વિવાદો અને રોષ વચ્ચે સ્થાનિક કોંગ્રેસમાં નવી ઉથલપાથલ શરૂ થઈ છે.