

*RBSK ટીમના નેજા હેઠળ પંદર વર્ષીય શ્રુતિની, PDA (પેટન્ટ ડક્ટસ આર્ટેરિઓસસ) ની સફળ સર્જરી કરવામાં આવી :*
–
સંગીતા ડી ભોંયે : આહવા : તા : ૧૨
પંદર વર્ષીય છોકરી શ્રુતિ દિનેશ બોરસેનું તાજેતરમાં જ RBSK (રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) ની ટીમના નેજા હેઠળ PDA (પેટન્ટ ડક્ટસ આર્ટેરિઓસસ) ની સફળ સર્જરી કરવામાં આવી છે. આ પંદર વર્ષીય છોકરી જે ક્યારેક થાક અને સહનશક્તિમાં ઘટાડો અનુભવી રહી હતી.
તારીખ ૬ મે ૨૦૨૫ ના ડાંગ જિલ્લા RBSK ટીમ દ્વારા આયોજીત તબીબી સ્ક્રીનીંગ કેમ્પ દરમિયાન, તેણીને હૃદય રોગ હોઈ શકે છે એમ જણાતા ટીમ દ્વારા લાભાર્થીને સંદર્ભકાર્ડ સાથે તપાસ સારવાર અર્થે રિફર કરવામાં આવી હતી. તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા યોજાયેલ હૃદય રોગના કેમ્પ હૃદય ની સોનોગ્રાફી કરાવતા ૬ મીમીના મોટા PDA (પેટન્ટ ડક્ટસ આર્ટેરિઓસસ) સાથે ઓળખવામાં આવી હતી.
ખામી ના હોવા છતાંય, આ દીકરીનું હૃદય કાર્ય સારી રીતે સચવાયું હતું, જેનાથી તબીબી ટીમને સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા મળી હતી. હોસ્પિટલમાં કાઉન્સેલિંગ અને તૈયારી પછી, શ્રુતિને ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ઇન્ટરવેન્શનલ પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સ્નેહલ પટેલની નિષ્ણાત સંભાળ હેઠળ આયોજિત PDA ક્લોઝર પ્રક્રિયા માટે દાખલ કરવામાં આવી હતી. જે બાદ ખુબ જ ઓછા જોખમી કેથેટર-આધારિત તકનીક દ્વારા PDA ડિવાઇસ ક્લોઝર કરાવામા આવ્યું. 10 × 8 mm AMPLATZER PDA ડિવાઇસ PDA પર સચોટ રીતે સ્થિત કરવામાં આવ્યું. શ્રુતિએ કોઈપણ ગૂંચવણો વિના હિંમત સાથે પ્રક્રિયાને સુંદર રીતે સહન કરી. બીજા દિવસે સવારે ૨૪ ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં, શ્રુતિ સક્રિય, સ્થિર અને તબિયત સુધાર પર હોઈ, સર્જરી પછી તેના રિપોર્ટ માં દર્શાવવામાં આવ્યું હતું કે, કોઈ PAH(પલ્મનરી આર્ટિરિયલ હાઇપરટેન્શન) નથી તેમજ હળવા વિસ્તૃત LA/LV માં સુધારો જોવા મળ્યો છે. તેણીને દવાઓ, ફોલો-અપ સૂચનાઓ અને તેજસ્વી સ્મિત સાથે રજા આપવામાં આવી હતી.
સર્જરી બાદ શ્રુતિની ઉર્જા અને આત્મવિશ્વાસ પાછો ફર્યો છે. તે હવે અસ્વસ્થતા વિના તેની નિયમિત પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેના પરિવારે તેની સફર દરમિયાન સમયસર નિદાન, તબીબી કુશળતા અને કરુણાપૂર્ણ સંભાળ માટે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાફલ્ય ગાથા એક ઉદાહરણ તરીકે પૂરૂ પાડે છે કે, યોગ્ય સ્ક્રીનીંગ, પ્રારંભિક નિદાન અને અદ્યતન ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે.
–