

*શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે તુલસી પૂજન દિવસ ની ઉજવણી કરવામાં આવી
આજરોજ તારીખ 24/12/2025ના રોજ લીમખેડા તાલુકામાં આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલ મોટા હાથીદરા ખાતે તુલસી પૂજન દિવસ ની ઉજવણી ખુબજ ધામ ધૂમ થી કરવામાં આવી હતી જેમાં શાળા ના બાળકો દ્વારા તુલસીજી નું મહત્વ સમજાવતા વિવિધ સ્પીચ રજૂ કરી હતી અને તુલસીજીના ગીતો પર નૃત્ય રજૂ કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું કાર્યક્રમ માં મહંતશ્રી 108 ઋષિકેશદાસજી સાહેબ કબીર મંદિર સાલીયા તથા હસ્તેશ્વર મહાદેવ મંદિર ના મહંતશ્રી તુંરંતપુરી મહારાજ સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ હિન્દુ પ્રદેશ પ્રચારક ના અધ્યક્ષ રિંકેશભાઈ પ્રજાપતી સંસ્થાના સહ મંત્રી સામાભાઈ તેમજ રાકેશભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં વાલીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઋષિકેશદાસજી દ્વારા તુલસીજી નુ મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે તુલસી આપણા સ્વસ્થ શરીર માટે ખૂબ જ મહત્વનું ઔષધિ છે અને દરેક બાળકોએ પોતાના ઘરે એક તુલસી નો છોડ જરૂર લગાવવો જોઈએ
*હસમુખ પ્રજાપતી દાહોદ*