
*પી.એમ.શ્રી બીલીઆંબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ ૨૦૨૫-૨૬ માં રાજ્ય કક્ષાએ આયોજિત ખો-ખો રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો :*
–
*અંડર-૧૪ ખો-ખો સ્પર્ધામાં ભાઇઓ ગોલ્ડ મેડલ મેળવ્યો :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૦૯
ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજય કક્ષાની સ્પર્ધાઓ હાલ ચાલી રહી છે. જેમાં ખો-ખો સ્પર્ધામાં ડાંગ જિલ્લાની અંડર-૧૪ ભાઈઓ ની ટીમે ગોલ્ડમેડલ મેળવી ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. રાજય ક્ક્ષા ખો-ખો ભાઇઓની સ્પર્ધા સુરેન્દ્રનગર જિલ્લાના લિમડી સ્પોર્ટસ સંકુલમાં યોજાઇ હતી. જેમાં ડાંગ જિલ્લાની અંડર-૧૪ ભાઇઓની ટીમે, લીગ મેચોમાં આણંદ, પાટણ, સુરતસીટી, જિલ્લાની ટીમોને એકતરફી માત આપ્યા બાદ સેમીફાઇનલમાં બનાસકાંઠાની ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગરની ટીમને હરાવી ફાઇનલ જીતી લઈ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો.
ડાંગ જિલ્લાની પસંદગીની ટીમમાં પી.એમ.શ્રી બીલીઆંબા પ્રાથમિક શાળા ગુજરાતના ૧૦ ખેલાડીઓ અને જામનવિહિરી પ્રાથમિક શાળાના ૨ ખેલાડીઓની પસંદગી થઈ હતી, જેમાં ઉધ્ધ્વ દેશમુખ, અખિલ દળવી, હેત રાવત, આયુશ પવાર, રોહન માછી, મોહિત ગાવિત, વિરુ પવાર, વિશ્વાસ મોકાશી, આદર્શ ભોયે અને જેશન ગામીત બીલીઆંબા પ્રાથમિક શાળા, જયારે જામનવિહીર પ્રાથમિક શાળાના મયુર પવાર અને પ્રેમ પવારની પસંદગી થઇ હતી.
રાજ્ય કક્ષાએ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવનાર આ તમામ બાળકોને રમત ગમત અધિકારીની ક્ચેરી અને શિક્ષણ વિભાગ ડાંગ જિલ્લાની ક્ચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. સાથે શાળા પરીવાર અને એસ.એમ.સી.ના તમામ સભ્યો તથા ગ્રામજનોએ પણ આ બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.
–