
*આહવા LCB પોલીસને મલી મોટી સફળતા*
ઝાકિર ઝંકાર: આહવા તા,૨૯
લોકલ ક્રાઇમ બ્રાન્ચના LCB પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી, જે.જી. અનડકટ તથા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી.ની ટીમને અંગત બાતમીદાર દ્રારા ચોક્કસ આધારભુત બાતમી હકિકત મળેલ કે, “આહવા પો.સ્ટે. ટાઉનબીટના દેવલપાડા વિસ્તારમાં મેઇન રોડ ઉપર જાહેરમાં ખુલ્લામાં અમુક ઇસમો ગેર કાયદેસર રીતે પૈસા પાના વતી તીનપત્તી નામનો હાર-જીતનો જુગાર રમી રમાડે છે.” એ રીતેની બાતમી મળતા તુરંત જ બાતમીવાળી જગ્યાએ પંચો સાથે જઈ રેઇડ કરતા દેવલપાડા મેઇન રોડ ઉપર ઓટલા ઉપર જાહેરમાં ખુલ્લામાં કુલ પાંચ ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપતીનો જુગાર રમતા જોવામાં આવતા કોર્ડન કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આહવા પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી આગળની તપાસ સારુ સોંપી આપેલ છે.પકડાયેલ આરોપીઓ:
નિલેશભાઈ મહેન્દ્રભાઈ લાવરે, ઉ.વ.-૩૫, રહે. આહવા, માજીરપાડા, તા. આહવા, પરેશભાઈ ઉર્ફે ભાઉ મોહનભાઈ રાઉત, ઉ.વ.૩૬, રહે. આહવા, બંધારપાડા, તા. આહવા, જી.ડાંગ, અનીલભાઈ પ્રવીણભાઈ મોહર, ઉ.વ-૨૮, રહે. આહવા, મીશનપાડા, તા. આહવા, જી.-ડાંગ, મૂળ રહે. ઉચાઈમહોલ્લા, તા અત્રોલી, જી. અલીગઢ, ઉત્તરપ્રદેશ.
મોયુદીન ઉર્ફે કાલુ મહમદ શેખ, ઉ.વ.૫૧, ૨હે. આહવા, રાણીકળીયા, તા.-આહવા, જી.ડાંગ, હમીદભાઈ ઉર્ફે બુરે વાહીદભાઈ શાહ, ઉ.વ.-૩૮, રહે આહવા, રાણી કળીયા, તા.-આહવા, જી.-ડાંગ.રોકડા રૂપીયા: ૧૭,૧૦૦/- તથા ગંજી પતાના પાના નંગ-૫૨।કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૧૭,૧૦૦/-કર્મચારી: PSI શ્રી જે.જી.અનડકટ,
ASI રણજીતભાઇ ઉસ્યાભાઇ પવાર,લક્ષ્મણભાઇ જયવનભાઈ ગવળી,દિલીપભાઇ જતરીયાભાઇ ગામીત, હિનયભાઈ સુરેશભાઈ ગાઈન દિનેશભાઇ મોતીરામભાઈ વાઘેરા