

*શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું:*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૩૦
તારીખ ૩૦મી જાન્યુઆરી-ગાંધી નિર્વાણ દિનને દેશમાં ‘શહીદ સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પણ દેશ સમસ્તની બે મિનિટનું મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જિલ્લા સેવા સદન ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, નિવાસી અધિક કલેકટર શ્રી એસ.ડી.તબીયાર, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી યુ.વી.પટેલ, મામલતદારશ્રી આહવા સહિત મહેસુલી કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું. તો ડાંગ જિલ્લા પંચાયત ખાતે પણ વિવિધ શાખા અધિકારીઓ/પદાધિકારીઓ અને પંચાયતકર્મીઓ, ઉપરાંત સુબિર અને વઘઇ મથકે તાલુકા સેવા સદન ખાતે મામલતદારશ્રીઓ સહિત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ સાયરનના ધ્વનિ સાથે બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ સાથે જ જિલ્લા અને તાલુકાઓની જુદી જુદી કચેરીઓમા પણ સંબંધિત અધિકારી, કર્મચારીઓએ શહીદોની સ્મૃતિમા બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
–