
*આહવા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત અવરનેશ કાર્યક્રમ યોજાયો :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૩૧
નેશનલ નોન મિશન ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકા નોન મિશન ક્લસ્ટર મોરઝીરા, મહલપાડા, અને ગાઢવી ક્લસ્ટરના વિલિંગ ફાર્મરને આહવા સેવાધામ ખાતે અવરનેશ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૧૦ જેટલાં ખેડુતો હાજર રહ્યાં હતાં.
આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિકો, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરિયા, પ્રગતીશીલ ખેડૂત શ્રી સુકીરાવભાઈ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો સ્ટાફ હાજર રહ્યા હતા.
આ તાલીમમાં વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણ વિશે માહિતી આપી હતી. તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ પ્રાકૃતિક કૃષિના આયોમો વિશે અને સર્ટિફિકેશનની કામગીરી વિશે તેમજ પ્રાકૃતિક પેદાશોની માર્કેટિંગ વિશે માહિતી આપી હતી.
ખેડૂત માસ્ટર ટ્રેનર શ્રીમતી મયુરબેને પણ પ્રાકૃતિક કૃષિના આયોમો વિશે ખેડૂતોને સમજૂતી આપી ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન વિશે વિસ્તાર પૂર્વક સમજાવ્યું હતું.
–