

*ગુજરાત વિધાનસભાન નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે આજરોજ આશરે ૩.૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર ત્રણ ચેકડેમોનું ખાતમુહર્ત કરાયું :*
–
*સાકરપાતળ, નડગચૌંન્ડ અને લહાનદબાસ ગામે યોજાયો ખાતમુહર્તનો કાર્યક્રમ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૩૧
ડાંગમાં વહી જતાં પાણીને અટકાવી સિંચાઇ સુવિધામાં વધારો કરવાના ઉદેશ્ય સાથે આજરોજ ગુજરાત વિધાનસભાનના નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના હસ્તે સાકરપાતળ, નડગચૌંન્ડ અને લહાનદબાસ ગામે ચેકડેમના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રંસગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં વાર્ષિક સો ઇંચ થી વધુ વરસાદ પડે છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિના કારણે જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન અપ્રિલ અને મે મહિનામાં પાણીની અછત વર્તાય છે. હાલમાં વસ્તિ વધારો સાથે પશુપાલન અને ખેતી વ્યવસાયના કારણે વધુ પાણીની જરૂરીયાત ઉભી થઇ છે. જે ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મુખ્ય નદીઓ પર નાના ડેમો બનાવી પાણી સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે સંદર્ભે આજરોજ અંબિકા તેમજ ખાપરી નદી પર ડેમો બનાવવા માટે ખાતમુહર્ત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પાણી સમસ્યા દૂર કરવાં માટે નાનાં નાનાં વિયર, કેચડેમો બનાવવા જરૂરી છે. તેમ જણાવી મહાકાય ડેમો બનાવી લોકોને બેઘર કરવાં હોવા અંગેની અફવા તેમજ ડેમ લોકોને ભ્રમિત કરતાં લોકોને જાકારો આપી સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપી નાનાં ડેમો બનાવવા માટે સર્વેની કામગીરી કરવાં બાબતે લોકોને સહકાર આપવાની અપીલ કરી હતી. નાનાં વિયર અને સિંચાઈનાં ડેમો બનશે તો વહી જતું પાણીને અટકાવી શકાશે અને ઉનાળામાં પાણીની તકલીફ દૂર કરી શકાશે તેમ શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.
આજ રોજ ખાતમુહર્ત કરવામાં આવેલ ચેકડેમ જેમાં (૧) વઘઇ તાલુકાના સાકરપાતળ ગામેથી પસાર થતી અંબિકા નદી પર સાકરપાતળ -૧ ચેકડેમ બાંધવામાં આવનાર છે. જેની અંદાજિત રકમ રૂ.૧,૪૩,૭૪,૦૧૦.૮૩./- છે. લંબાઇ ૮૯.૦૦ મેઇન બોડીવોલ (૯૭.૪૪ મી એબટમેંટ અને વધારાની કિ-વોલ સાથે) પહોળાઇ ૬ મીટર, અને ઉંચાઇ ૪ મીટર, જેની સંગ્રહ શક્તિ ૩.૭૩ એમ.સી.એફ.ટી, તેમજ આ ડેમનો લાભિત વિસ્તાર ૩૧.૦૦ હેક્ટરનો રહેશે. (૨) ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં નડગચોંન્ડ ગામેથી પસાર થતી અંબિકા નદીના કોતર પર નડગચોંન્ડ-૧ ડેમ બાંધવામાં આવનાર છે. જેની અંદાજિત રકમ રૂ.૧,૦૦,૯૯,૫૮૬.૯૧./- છે. લંબાઇ ૪૩.૦૦ મેઇન બોડીવોલ (૫૨.૬૦ મી એબટમેંટ અને વધારાની કિ-વોલ સાથે) પહોળાઇ ૬ મીટર, અને ઉંચાઇ ૪ મીટર, જેની સંગ્રહ શક્તિ ૦.૮૬ એમ.સી.એફ.ટી, તેમજ આ ડેમનો લાભિત વિસ્તાર ૧૨.૦૦ હેક્ટરનો રહેશે. (૩) ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં લહાનદબાસ ગામેથી પસાર થતી ખાપરી નદી પર લહાનદબાસ -૪ અને લહાનદબાસ -૫ ચેકડેમ બાંધવામાં આવનાર છે. જેની અંદાજિત રકમ રૂ.૯૫,૫૪,૩૨૪.૫૭./- છે. લંબાઇ ૫૫.૦૦ મેઇન બોડીવોલ (૬૨.૪૪ મી એબટમેંટ અને વધારાની કિ-વોલ સાથે) પહોળાઇ ૬ મીટર, અને ઉંચાઇ ૪ મીટર, જેની સંગ્રહ શક્તિ ૧.૦૧ એમ.સી.એફ.ટી, તેમજ આ ડેમનો લાભિત વિસ્તાર ૧૭.૦૦ હેક્ટરનો રહેશે.
–