
*શિવરાત્રી એટલે હરેક જીવને સ્વયં ને જાણવા માટેની રાત્રી*..
રિપોર્ટ :
ઝાકિર ઝંકાર : આહવા
બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીનું માનવું છે કે.. હરેક જીવ સાદગી, સરળતા, સમતા, સમજપૂર્વક સત્ય સનાતન ના માર્ગે સાધના કરે તો.. મહાશિવરાત્રી એક એવો પર્વ છે કે એકજ રાત્રિમાં જીવ શિવત્વને પામી શકે છે. અને આ માન્યતાને આધારે દર વર્ષે તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં મહાશિવરાત્રી પર્વ એક અનોખી પરંપરાથી ઉજવવામાં આવે છે જેમાં ત્રિ દિવસીય સાધના જેવી કે આચાર્યશ્રી કેતન દાદા ના સાનિધ્યમાં નવ વૈદિક રુચા ધરાવનાર ભૂદેવ દ્વારા નવચંડી યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, પાઠાત્મક વેદની ઋચાઓ તથા અનેક પ્રકારના ભગવાન શિવની સ્તુતિઓ દ્વારા પાર્થિવ શિવલિંગ બનાવી પૂરું વાતાવરણ શિવ તત્ત્વથી ગુંજાઈમાન બન્યું હતું. રાત્રિના પ્રહાર દરમિયાન પરમ પૂજ્ય હેતલ દીદી દ્વારા ધ્યાનાત્મક શરીરને આંતરિક ઊર્જા બાબતે સમજ આપી યોગ દ્વારા શિવત્વ ને પામવા માટે કુંડલીની જાગરણના પ્રયોગો સવારે ચાર વાગ્યા સુધી કરાવવામાં આવ્યા. જેમાં લોકો ખૂબ ભાવવિભોર બન્યા હતા અને પોતાની જાતને પામવા માટે ધન્યતા અનુભવી કૃતાર્થ થયા…