બાવળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત બગોદરા અને શિયાળ ગામે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું.
ખાસ વાત તો એ રહી કે બગોદરા ગામે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું — વરરાજા પોતાનાં લગ્ન પ્રસંગ વચ્ચે જ મતદાન કરવા માટે પહોંચ્યા.
લગ્ન જેવી વ્યસ્તતા હોવા છતાં મતદાન કરીને તેમણે લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અને અન્ય લોકોને પણ જાગૃત કરવાની પ્રેરણા આપી.
આ ઘટના એ સાબિત કરે છે કે મતદાન માત્ર અધિકાર જ નહીં, પણ એક મહત્વપૂર્ણ ફરજ પણ છે.
રિપોર્ટર મકવાણા નરેન્દ્ર
ઇન્ડિયન ટીવી ન્યુઝ