ગોંડલમાં છેડતીના આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ: CCTVના આધારે ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસનો ઝડપી એક્શન
આઈકોનિક રોડ વિસ્તારમાં યુવતીનો પીછો કરી અશ્લીલ ઈશારા અને અભદ્ર હરકતો કરાઈ. યુવતીએ પરિવારને જાણ કરતાં ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઈ. રાજનગર વિસ્તારમાં રહેતા કુલદીપ ભરતભાઈ પટોડિયાની પોલીસે ધરપકડ કરી.ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો.ધરપકડ બાદ પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું.ગોંડલ પોલીસની ઝડપી કામગીરીથી મહિલા સુરક્ષા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.ગોંડલ ‘એ’ ડિવિઝન પોલીસની સતર્કતા અને ઝડપી તપાસની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી
રિપોર્ટ :- મીત અનડકટ