Breaking News 🚨ગુજરાતની સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે માદક પદાર્થોની તસ્કરી સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે આંતરરાજ્ય (Interstate) ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. આરોપી પાસેથી લાખો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત એમડી (MD) ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી ખરીદીને સુરત શહેરમાં ઘુસાડવાની પેરવીમાં હતો. જોકે, તે આ ગેરકાયદેસર જથ્થાને શહેરમાં સપ્લાય કરે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની સક્રિય ટીમે તેને દબોચી લીધો હતો.ઈમરાન રહેવાસી કોસાડ, સુરતજપ્ત કરાયેલ ડ્રગ્સનો જથ્થો 90 ગ્રામ એમડી (MD) ડ્રગ્સઅંદાજિત કિંમત: ₹2.66 લાખ પોલીસ રેકોર્ડ અનુસાર, આરોપી રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે.
Bureau chief : SUMIT SHUKLA.