

*ડાંગ જિલ્લામાં આકાંશી બ્લોક સુબીર અંતર્ગત “નીતિ તારા” વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન :*
–
*રિપોર્ટર ઝાકિર ઝંકાર : આહવા ડાંગ* : તા. ૦૯
ડાંગ જિલ્લામાં આકાંક્ષી બ્લોક સુબીર અંતર્ગત નીતિ આયોગના માર્ગદર્શન મુજબ “NITI TARA (Toolkit for Analysis, Review & Action)” વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સમાં AI આધારિત વિશ્લેષણ, સમીક્ષા અને નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક તથા ઝડપી બનાવવાનો છે.
નીતિ આયોગ દ્વારા જિલ્લા તથા આકાંક્ષી બ્લોક સ્તરે એક-એક પોર્ટેબલ ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. તાલીમ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને ટૂલકીટનું ઇન્સ્ટોલેશન, ઉપયોગ, ડેટા વિશ્લેષણ, સમીક્ષા તથા કાર્યવાહી પ્રક્રિયા અંગે થિયરી તેમજ પ્રાયોગિક ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નીતિ આયોગ દ્વારા નિયુક્ત માસ્ટર ટ્રેનર શ્રી ઋષિરાજ જોશી, શ્રી ધરમ જોશી તથા ટેક્નિશિયન શ્રી નિમેષ પંડયા દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારીઓને વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી એન. ડી. પરમાર સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સુબીર તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–