

*આહવા પ્રાયોજના વહીવટદારની કચેરી ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળના સને ૨૦૨૬-૨૭ કામોના તાલુકા કક્ષાના આયોજન અર્થે બેઠક યોજાઇ :*
–
*ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓની આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ ;*
–
*રિપોર્ટર ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*
આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રાયોજના વહીવટદારની કચેરી ડાંગ આહવા દ્વારા ન્યુ પેટર્ન યોજના હેઠળના સને ૨૦૨૬-૨૭ ના કામોના તાલુકા કક્ષાના આયોજન માટે ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારશ્રી ડો. મયુર પરમાર અધ્યક્ષપણા હેઠળ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓની આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજવામા આવી હતી.
આ બેઠકમાં ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીતની વિષેશ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત શીટના ચૂંટાયેલ સભ્યશ્રીઓ/પદાધિકારીશ્રીઓ અને જુદાં જુદાં ખાતાના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ આમંત્રિત સભ્યો હાજર રહ્યા હતા.
પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીના સભાખંડમાં યોજાયેલ આ બેઠકમાં આહવા તાલુકામા સંભવિત ૧૨૫ ટકા જોગવાઈ રૂ. ૧૪૦૮.૮૩ લાખ, વઘઇ તાલુકામા ૧૦૨૮ લાખ અને સુબીર તાલુકામા રૂ. ૮૨૮.૮૪ લાખના જુદાં જુદાં વિકાસના સદરો જેવા કે, પાક વ્યવસ્થા, પશુપાલન-ડેરી વિકાસ, મત્સ્યઉદ્યોગ, વન વિકાસ, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, માર્ગ અને પુલ, નાગરિક પુરવઠો, તાંત્રિક વિકાસ, તબીબી અને જાહેર આરોગ્ય, શ્રમ અને રોજગાર, પોષણ અને મધ્યાહન ભોજન જેવા સદરોમા તાલુકાની જે તે સદરોની જોગવાઈ મર્યાદામાં જરૂરિયાત અને અગ્રિમતા મુજબના કામોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
બેઠકોમા તાલુકાના તમામ ગામોમાં સર્વાંગી વિકાસ લક્ષી યોજનાઓના અમલ બાબતે પણ વિગતે ચર્ચા-વિચારણા કરવામા આવી હતી અને જરૂરીયાત મુજબના વિવિધ કામોની રજુઆતો સાંભળી તેના અમલ બાબતે જે તે ખાતાના અધિકારીશ્રીઓને સકલનમા રાખી વિગતવાર જાણકારી અને ચર્ચા કરવામા આવી હતી.
આ તમામ બેઠકોમાં પ્રાયોજના વહીવટદારશ્રી અને ગુજરાત વિધાનસભા નાયબ દંડકશ્રી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ, હસ્તકની આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટેની વ્યકિતગત, રોજગારલક્ષી અને માળખાકીય સુવિધાની વિવિધ યોજનાઓના પારદર્શી અમલ બાબતે તમામ ખાતાના અમલીકરણ અધિકારીશ્રીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બેઠકની કાર્યવાહી શ્રી રણજીતભાઈ દેસાઈએ સંભાળી હતી.
–