બ્રેકિંગ ન્યૂઝ🚨
સુરત જિલ્લા અને શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ગંભીર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા શહેરમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.મુખ્ય હાઇલાઇટ્સ:લાઇવ મોનિટરિંગ: સુરત મહાનગરપાલિકા (SMC) ના ઉચ્ચ અધિકારીઓ હેડ ઓફિસ સ્થિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી આધુનિક ટેકનોલોજી દ્વારા પૂરની સ્થિતિનું પલપલનું મોનિટરિંગ કરી રહ્યા છે.ગ્રાઉન્ડ ઝીરો પર નેતાઓ: મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, મેયર માયાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ તેમજ વોર્ડ નં. 29 ના કોર્પોરેટર ધર્મેશ પટેલ અને મેહુલ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રૂબરૂ રાહત કામગીરી સંભાળી રહ્યા છે.રાહત કામગીરી: નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને પાણીના નિકાલ માટે ભારે પંપો કાર્યરત કરવામાં આવ્યા છે.સુરતમાં ભારે વરસાદ અને જળબરાવની સ્થિતિમાં નાગરિકોની સહાય માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા કટોકટીના હેલ્પલાઇન નંબરો નીચે મુજબ છે:સુરત મહાનગરપાલિકા (SMC) હેલ્પલાઇનટોલ ફ્રી ફરિયાદ નંબર: 1800-123-8000 (પાણી ભરાવા કે અન્ય ફરિયાદ માટે)સેન્ટ્રલ કંટ્રોલ રૂમ: 0261-2423751 થી 56 એક્સ્ટેન્શન-300 વોટ્સએપ ફરિયાદ સેવા: 63599-30020 આ નંબર પર Hi લખીને મેસેજ કરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડજીલ્લા ડિઝાસ્ટર હેલ્પલાઇન: 1077 અથવા +91-261-2663200ફાયર કંટ્રોલ રૂમ: 101 અથવા 0261-2414139ઇમરજન્સી મોબાઇલ નંબર: 97243-46021 મુખ્ય કંટ્રોલ રૂમ
સંવાદદાતા :સુમિત શુક્લા