
*ડાંગ જિલ્લામાં જાહેર પરિવહનને વેગ: આહવા એસ.ટી. ડેપો ખાતે 6 નવી બસોનું લોકાર્પણ*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના આહવા એસ.ટી. ડેપો ખાતે આજ રોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે 6 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ ગામીત, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરીરામ સાવંત તેમજ એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવી બસો શરૂ કરવામાં આવી છે.
નવી બસો નીચે મુજબના રૂટ પર દોડશે:
આહવા – દીવડ્યાવન
આહવા – પીપળપાડા
સાપુતારા – બેન્ડમાળ
દગુનીયા – હાડોડ
આહવા – કદમાડ
વઘઈ – માળુંગા
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે નવી બસ સેવાઓ શરૂ થતાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના લોકોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર તેમજ દૈનિક અવરજવર માટે વધુ સુવિધા મળશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
લોકાર્પણ બાદ સ્થાનિકોએ નવી બસ સેવાઓને આવકારી સરકાર અને એસ.ટી. વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. નવી બસો શરૂ થતાં ડાંગ જિલ્લાના અનેક ગામોના મુસાફરોને સીધો લાભ મળશે અને જાહેર પરિવહન વધુ સુલભ બનશે.