

*ડાંગમાં વૃદ્ધ માતા-પિતાને ઘરવિહોણા બનાવ્યાનો આક્ષેપ, પુત્ર સહિત ચાર સામે ગંભીર આરોપ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
ડાંગ જિલ્લામાં એક વૃદ્ધ દંપતીને ઘરવિહોણા બનાવ્યાની ઘટના સામે આવી છે. આક્ષેપ મુજબ વિજયભાઈ રામચંદ્રભાઈ ગાગોડા, સુરજભાઈ વિજયભાઈ ગાગોડા અને વિશાલભાઈ સહિતના લોકોએ વૃદ્ધ પિતાના મકાનની છત પરથી નળિયા ઉતારી લીધા હતા. જેના કારણે વૃદ્ધ માતા-પિતા રહેવા માટે મુશ્કેલીમાં મુકાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.