માંગરોળ | માલાવાવ કેનાલમાં રિક્ષા ખાબકી, ડ્રાઈવરનો આબાદ બચાવ
માંગરોળ તાલુકાના માલાવાવ નજીક આવેલી કેનાલમાં એક રિક્ષા અચાનક ખાબકી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, રિક્ષા કેનાલમાં પડી જતાં ડ્રાઈવર સમયસર પાણીમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ માટે આગળ આવ્યા હતા.
ત્યારબાદ રિક્ષાને કેનાલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો.
રિપોર્ટ: ઇમરાન બાંગરા, માંગરોળ