જાફરાબાદમાં ભવ્ય તિરંગા યાત્રા
જાફરાબાદ : આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જાફરાબાદ શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વહીવટી તંત્રની આગેવાની હેઠળ યોજાયેલી યાત્રામાં શહેર ભાજપ, તાલુકા ભાજપ, નગરપાલિકા, અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
પારેખ અને મહેતા હાઈસ્કૂલ ખાતેથી શરૂ થયેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
યાત્રામાં મામલતદાર એમ.બી. લઘુમ, પી.આઈ. દેસાઈ, નગરપાલિકા પ્રમુખ રવિનાબેન બારૈયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શહેરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયો હતો.
બાઈટ. એમ બી નકુમ મામલતદાર
બાબુભાઈ વાઢેળ, જાફરાબાદ