
અમદાવાદ બાવળાના દેવધોલેરા ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ
આઝાદીના દાયકાઓ બાદ પણ ગ્રામજનો કાદવ-કીચડ અને ગંદકી વચ્ચે જીવવા મજબૂર બન્યા
મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી અને ઉબડખાબડ રસ્તાથી લોકો ત્રાહિમામ પામ્યા છે
સરપંચ અને ગ્રામ પંચાયત સામે વિકાસ કામો તેમજ ગટર લાઇન નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે
વારમ વાર લેખિત-મૌખિક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
આઝાદીના આટલા વર્ષો વિત્યા બાદ પણ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું દેવધોલેરા ગામ પાયાની માળખાગત સુવિધાઓથી વંચિત રહ્યું છે
ગામમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે
અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે
ગામના મુખ્ય માર્ગો અત્યંત બિસ્માર અને ઉબડખાબડ હાલતમાં ફેરવાઈ ગયા છે.
ઠેર-ઠેર કાદવ-કીચડ અને ગટરના ઉભરાતા ગંદા પાણીના કારણે રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે
આ ગંદકીના સામ્રાજ્યને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે
જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે સરપંચ અને ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસ કામો તેમજ ગટર લાઇન નાખવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે
આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા સરપંચ, સ્થાનિક ડેલિગેટ તેમજ તાલુકા વિકાસ અધિકારી (TDO, બાવળા) સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે
આમ છતાં, જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્વરિત ધોરણે રસ્તા અને ગટરની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે
રિપોર્ટર : ધરા પટેલ,સાણંદ અમદાવાદ