બેંકિંગ…
જાફરાબાદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં સિંહ દ્વારા ગાયનું મારણ
જાફરાબાદ ની ક્રિષ્ના સોસાયટીમાં સિંહ દ્વારા ગાયનું મારણ કર્યાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે.
જાફરાબાદ: જાફરાબાદ શહેરના ક્રિષ્ના સોસાયટી વિસ્તારમાં સિંહે ગાયનું મારણ કરતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી.
ક્રિષ્ના સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ જાનીની ગાય રહેણાંક વિસ્તારમાં આવી પહોંચેલા સિંહનો શિકાર બની હતી. રહેણાંક વિસ્તાર નજીક સિંહના આંટાફેરા અને ગાયના મારણની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી સિંહની અવરજવર અંગે જરૂરી તકેદારી રાખવા અને રહેણાંક વિસ્તારમાં સિંહના પ્રવેશને અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બાબુભાઈ વાઢેળ. જાફરાબાદ