માંગરોળમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી પૂર્ણ
માંગરોળ વહીવટી તંત્ર, માનનીય કે.કા. શાસ્ત્રી સ્કૂલ તથા અંકુર ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ઉત્સાહ અને ઉમંગભેર પૂર્ણ થયો હતો.
આ સપ્તાહ દરમિયાન સંસ્કૃત ભાષા, સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્ત્વને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે SVS કન્વીનર હેમલભાઈ ગરચર તેમજ માંગરોળના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રીમતી વી.ડી. મોરીનું વિશેષ માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આયોજકોના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સંસ્કૃત ભાષાના સંવર્ધન, ભારતીય સંસ્કૃતિના જતન અને નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસા સાથે જોડવાના આ સુંદર પ્રયાસને સૌએ બિરદાવ્યો હતો.
“સંસ્કૃતમ્ – સંસ્કૃતિનું મૂળ, જ્ઞાનની અમૂલ્ય ધરોહર.”
રિપોર્ટ ઇમરાન બાંગરા