

*લીમખેડામાં આઝાદીના 80 વર્ષ વીત્યા બાદ પણ સ્મશાન ન હોવાથી વિકાસના દાવાઓની પોલ ખુલી*
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ના લીમખેડા તાલુકા મથક હોવા છતાં સ્મશાન જેવી પાયાની સુવિધા ન મળતા સ્થાનિકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા
નદીના પટ સુધી પહોંચવા પાકો રસ્તો પણ ન હોવાથી શોકાતુર પરિવારો પથ્થરો વચ્ચેથી જીવના જોખમે મૃતદેહ લઈ જવા લાચાર છે
ચોમાસાની ઋતુમાં નદી બે કાંઠે વહેતી હોવાથી વરસાદી માહોલ વચ્ચે ખુલ્લામાં અંતિમ વિધિ કરવામાં ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે
સ્થાનિક પ્રજાપતિ અને આદિવાસી સમાજ સહિત સમગ્ર ગ્રામજનોમાં વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા સામે પ્રચંડ જનઆક્રોશ છે
સાંસદ, ધારાસભ્યથી માંડી સ્થાનિક તંત્ર સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં નેતાઓ અને અધિકારીઓ માત્ર કાગળ પર વિકાસ બતાવે છે
ચૂંટણી સમયે મોટા વાયદાઓ કરી જીતનારા નેતાઓ જીત્યા પછી મોં ફેરવી લેતા હોવાનો ગ્રામજનોનો આક્રોશ ભર્યો આક્ષેપ છે
સ્મશાન અને પાકા રસ્તાની તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ નહીં કરાય તો ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
મૃત્યુ પછી પણ સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર ન થતાં ગુજરાત સરકારના ડિજિટલ અને વાઇબ્રન્ટ વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે
*હસમુખ પ્રજાપતિ બાંડીબાર*