

ગુરૂપ્રસાદ ચોક ખાતે ભવ્ય આરોગ્ય કેમ્પ યોજાયો
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ત્રિવેણીનગર -૩ દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ
આ કેમ્પ વોર્ડ નં ૧૩ ના આગેવાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો
આ કેમ્પમાં બી.પી.અને ડાયાબિટીસ તપાસ કરી દવા આપવામાં આવી હતી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પ ને સફળ બનાવવા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ત્રિવેણીનગર ૩ ના ડો.રાવલ સાહેબ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આ ભવ્ય અને નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પમાં સ્થાનિક તેમજ જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉમટી પડીને લાભ લીધો હતો અને આસપાસના રહીશો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો અને સ્થાનિકોએ આરોગ્ય વિભાગની આ કામગીરીને બિરદાવી સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
બ્યુરો ચીફ:
નીલકંઠ જોષી રાજકોટ