*વેજલપુર ગામે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાળુ દ્વારા વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું*
કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનુ સાત- દિવસ નું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ સાથે રામજી મંદિરેથી નીકળી હતી આ વિશાળ નગર યાત્રાની રામજી મંદિર થી શરૂઆત કરવામાં આવી હતી અને આ યાત્રા માં વિવિધ ગણેશ મંડળો ગણપતિ અને ડી.જે તેમજ ઠોલ નગારાના તાલે દેશ ભક્તિ ગીતો સાથે યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતા. આ યાત્રામાં મોટી કાછીયાવાડ નાનીકાછીયાવાડ સોનીવાડ મોટાપરા ખેડા ફળિયા ભોઈવાડા તેમજ વિવિધ મંડળોના ગણપતિ સાથે સામેલ થયા હતા.આ યાત્રા રામજી મંદિરેથી નીકળી વિવિધ વિસ્તારો જેવા કે મોટી કાછીયાવાડ મેન બજાર હોલી ચકલામાં અને મુસ્લિમ વિસ્તારમાં આવી હતી અને ત્યાર બાદ દીવાન ફળિયા અને નાની કાછીયાવાડ માળી ફળિયા મંદિર ફળિયા મુખ્ય બજાર ગામ પંચાયત પોલીસ સ્ટેશન થઈ મોટા તળાવ ખાતે નાના મોટા ગણપતિ દાદાનુ નુ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ ગણપતિદાદાને મનાવી અને ગણપતિદાદા મોરિયા આવતે વર્ષે લોકર્યા ના સુત્રો સાથે વિસર્જન કર્યું હતુ વધુમાં ધોધમાળ વરસાદ માં ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી વરસાદમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મર્યો હતો આ યાત્રામાં ખુબજ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમા Dysp નવિન આહીર તેમજ 1 પી.આઈ તેમજ 7 પી.એસ.આઈ પોલિસ તથા હોમગાર્ડ તથા જી.આર.ડી મળીને કુલ 208 ઉપરાત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આમ વધુમાં ગણેશ વિસર્જનના ભાગરૂપે કાલોલ ફાયરવિભાગ ટિમ તથા તરવ્યાની વ્યવસ્થા કરવામાં આવી અને આમ વિસર્જન બંદોબસ્તમાં કાલોલ મામલતદાર તેમજ કાલોલના ડી.વાય.એસ.પી નિવીન આહુર વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ વહુનીયા દ્વારા સુંદર બંદોબસ્ત યોજ્યો હતો આમ વિસર્જન દરમિયાન પોલીસે ખડે પગે રહી ફરજ બજાવી હતી વેજલપુર માં અંદાજીત ૧૫ થી વધુ મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વેજલપુર મોટા તળાવ ખાતે વિસર્જન કરાયું હતું ત્યારે આ વિસર્જનના બન્ને સમાજના આગેવાનો પણ ખુબજ મેહનત કરી હતી અને આમ શાંતિ પુણ માહોલ માં ગણેશ વિસર્જન પુર્ણ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો
રિપોર્ટર:ફેઝાન કઠિયા કાલોલ પંચમહાલ