ભેટાવાડા ગામના આંદોલનની લડાઈ બની ઉગ્ર
ધોળકા તાલુકાના ભેટાવાડા સહિત આસપાસના પાંચ ગામોની વર્ષોથી ચાલી રહેલી સમસ્યાને લઈને આંદોલન હવે ઉગ્ર બન્યું
આજે ગ્રામજનો દ્વારા રેલી યોજીને તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ધોળકા APMC માર્કેટથી શરૂ થયેલી રેલી ધોળકા પ્રાંત કચેરી સુધી પહોંચી
ઔદ્યોગિક એકમોમાંથી આવતા કેમિકલયુક્ત પાણી અને ધોળકા નગરપાલિકાના ગટરના ગંદા પાણીની સમસ્યા છેલ્લા 15 વર્ષથી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે.
આંદોલનકારીઓની માંગણીઓ પર તંત્ર શું કાર્યવાહી કરે છે અને આ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે