જાફરાબાદના સરકેશ્વર ખાતે ગણેશ વિસર્જન પ્રસંગે ભક્તો માટે પ્રસાદ વિતરણનું આયોજન
ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સેવાકીય આયોજન
જાફરાબાદ તાલુકાના પવિત્ર અને આસ્થાના કેન્દ્ર એવા સરકેશ્વર ખાતે આગામી ગણેશ વિસર્જનના પાવન પ્રસંગે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભક્તજનો માટે પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજુલા-જાફરાબાદ-ખાંભા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીના આયોજન હેઠળ ગણેશ વિસર્જન માટે સરકેશ્વર ખાતે આવતા ગણેશભક્તો, શ્રદ્ધાળુઓ તથા સેવાભાવી કાર્યકરો માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે.
ગણેશ વિસર્જનના દિવસે સરકેશ્વર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગણેશભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે ભક્તોને પ્રસાદ મળી રહે અને ધાર્મિક પ્રસંગમાં સૌ સહભાગી બની શકે તે હેતુથી આ સેવાકીય આયોજન કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રસંગો ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સમયાંતરે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાનું જણાવાયું છે. જરૂરિયાતમંદ લોકોની મદદ, ધાર્મિક કાર્યક્રમોમાં સહયોગ, સામાજિક કાર્યક્રમો તેમજ જનહિતલક્ષી પ્રવૃત્તિઓમાં પણ તેઓ અને તેમની ટીમ દ્વારા યથાશક્તિ સહયોગ આપવામાં આવે છે.
સરકેશ્વર ખાતે ગણેશ વિસર્જન પ્રસંગે પ્રસાદ વિતરણનું આયોજન પણ આ જ સેવાભાવની પરંપરાનો એક ભાગ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. ગણેશભક્તો અને શ્રદ્ધાળુઓ પ્રત્યે આસ્થા તથા સેવાભાવ સાથે આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગણેશ વિસર્જનના પાવન પ્રસંગે સરકેશ્વર ખાતે આવતા તમામ ભક્તજનોને પ્રસાદ ગ્રહણ કરવા માટે આયોજકો દ્વારા ભાવભરી અપીલ કરવામાં આવી છે.
ધાર્મિક આસ્થા સાથે સેવાકીય ભાવનાનો સંગમ સર્જતા આ આયોજનને લઈને સ્થાનિક ભક્તો અને શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર બાબુભાઈ વાઢેળ
જાફરાબાદ, અમરેલી