1
બાવળા બ્રેકિંગ….
બગોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવાન ડૂબ્યાની ઘટના
બગોદરાના શિયાળ રોડ પર કોઝવે પાસે ગણેશ વિસર્જન દરમિયાન બે યુવાન ડૂબ્યાની ઘટના સામે આવી
એક યુવાન તરતા આવડતુ હોવાથી તેનો આબાદ બચાવ થયો
કોઝવે થાળા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવાન પાણીમાં ડૂબી ગયો હોવાની માહિતી મળતા સ્થાનિકોમાં ચકચાર મચી
ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એસટીઆરએફની ટીમને પણ જાણ કરવામાં આવી હતી.
યુવાનની શોધખોળ માટે એસટીઆરએફ અને પોલીસની ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી
છેલ્લા પાંચ કલાકથી પાણીમાં યુવાનની શોધખોળ ચાલી રહી છે.
જોકે, હજુ સુધી યુવાન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હર્ષરાજસિંહ ચૌહાણ ની છેલ્લ પાંચ કલાક થી શોધખોળ માટે હજુ સુધી લાપતા
રિપોર્ટર મકવાણા નરેન્દ્ર