

સ્ટેટ રિપોર્ટર જયમીન ગજ્જર
——રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે મહાત્મા ગાંધીજીના દેશની આઝાદીમાં આપેલા અમૂલ્ય યોગદાન તેમજ તેઓના સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વદેશી અને આત્મનિર્ભરતાના મૂલ્યોનું સ્મરણ કર્યું હતું.
આ અવસરે મહાત્મા ગાંધીજીના સ્વદેશીના વિચારને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શ્રી વિશ્વકર્માએ ખાદીની ખરીદી પણ કરી હતી.