બાવળા.….
બાવળા એપીએમસી માર્કેટની ચૂંટણીમાંઉમેદવારોએઉમેદવારી ફોર્મ ભરાયા
બાવળા એપીએમસી (APMC) ની સામાન્ય ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો
ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનો છેલ્લો દિવસ હોવાથી ચૂંટણી કાર્યાલય ખાતે દિવસભર ભારે ચહલપહલ જોવા મળી હતી.
બાવળા એપીએમસી ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા
ખેડૂત ,ખરીદ વેચાણ સંઘ,વેપારીમાંથી કુલ ૯૮ ઉમેદવારી પત્રો જમા થયા છે.
જેમાં સૌથી વધુ ખેડૂત વિભાગમાંથી ૮૨ ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત વેપારી વિભાગમાંથી ૧૨ ઉમેદવારી પત્રો અને ખરીદ-વેચાણ વિભાગમાંથી ૪ ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જે તમામનો સ્વીકાર કરી લેવાયો છે.
આવતીકાલે એટલે કે ૬ ઓક્ટોબરના રોજ આ તમામ ઉમેદવારી પત્રોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરાશે અને યોગ્ય ઠરેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ત્યારબાદ ૯ ઓક્ટોબર સુધી ફોર્મ પરત ખેંચવાની મુદત રહેશે, જેના પછી ચૂંટણી લડનારા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મતદાન યોજાશે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ સહકારી પેનલો અને રાજકીય જૂથો વચ્ચે સત્તા હાંસલ કરવા માટેની આંતરિક ગતિવિધિઓ અને બેઠકોનો દોર તેજ બની ગયો છે.
રિપોર્ટર મકવાણા નરેન્દ્ર