

*બારીપાડામાં સેવા સેતુ કાર્યક્રમ, ૭૯૭ અરજીઓનો સ્થળ પર નિકાલ*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
આહવા તાલુકાના બારીપાડા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોને લગતી કુલ ૭૯૭ અરજીઓ મળી હતી, જેનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આધારકાર્ડ અપડેશન, રેશનકાર્ડ KYC, આયુષ્માન કાર્ડ, આવકના દાખલા, પેન્શન સહિતની સેવાઓનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં કુલ ૭૦૫ લોકોએ ભાગ લીધો હતો.